ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 5, 2024 10:26 એ એમ (AM) | gujaratrain | heavyrain | Rain | valsad

printer

વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જીલ્લામાં સાંબેલાઘાર વરસાદના પગલે પૂરની સ્થિતિ

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જીલ્લાઓમાં બારેમેઘ ખાંગા થયા છે.. સાંબેલાધાર વરસાદને કારણે આ તમામ જીલ્લોઓની નદીઓમાં ઘૂડાપૂરની સ્થિતિ સર્જાઇ છે..
ડાંગ જીલ્લાના આહવામાં 90 મીલીમીટર, વઘઇ 68 ,સુબિર 69 અને સાપુતારામાં 96 મીલીમીટર વરસાદ વરસ્યો હતો.. ધોધમાર વરસાદના પગલે ગીરા ધોધ માં ભરપૂર પાણીની આવક થઇ હતી જેને કારણે ગીરાધોધ નું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું. તેમ છતાં સહેલાણીઓ ગીરાધોધ ને જોવા ઉમટ્યા હતા..જ્યારે વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ ને લઇ તમામ શાળા, કોલેજો, ITI, આંગણવાડી ઓ ને બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો હતો..
ડાંગ જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે તાપી જિલ્લામાં ફરી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.. ડોલવણ તાલુકામાંથી પસાર થતી અંબિકા અને પુર્ણા નદીના જળસ્તરમાં વધારો થતાં વહીવટી તંત્રે લોકોને સાવચેત કર્યા છે..
અમદાવાદમાં પણ ગઇકાલે મોડીરાત્રે ધોધમાર વરસાદ વરસતાં પાણી ભરાઇ ગયા હતા અને વાહન ચાલકો ફસાયા હતા.. લાલદરવાજા પાસે એક તોતિંગ વૃક્ષ ધરાશાઇ થતાં દોડધામ મચી ગઇ હતી આ ઝાડ પડવાને કારણે તેની નીચે પાર્ક કરેલા કેટલાંક વાહનો દબાઇ ગયા હતા.
ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા ગઇકાલે સવારના છ વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધીના વરસાદના આંકડા અનુસાર રાજ્યના 105 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે..જેમાં વલસાડના ખેરગામમાં સાત ઇંચ, ડાંગના આહવા અને વલસાડના કપરાડામાં સાડા ચાર – સાડાચાર ઇંચ અને વલસાડમાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો..
વલસાડ જિલ્લામાં મોડી રાત્રે NDRF દ્વારા હિંગરાજ ગામ ખાતે ઝીંગાના ફાર્મમાં કામ કરતા 7 મજૂરોનું રેસ્કયુ કરાયું હતું. અમારા પ્રતિનિધી જણાવે છે કે, ઔરંગા નદીની સપાટી વધતા હિંગરાજ ગામમાં ઔરંગા નદીના પાણી ઘુસ્યા હતા અને 7 જેટલા મજૂરો ઝીંગા ફાર્મમાં ફસાયા હતા મોડી રાત્રે વહીવટી તંત્ર ને જાણ થતાં તાત્કાલિક પગલાં લઈ NDRF દ્વારા તમામ મજૂરોનું રેસ્ક્યુ કરાયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ