વલસાડ જિલ્લા પોલીસની અનોખી પહેલ ‘મિશન મિલાપ’ને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. ઓગષ્ટ 2023માં શરૂ કરવામાં આવેલા આ અભિયાનને આગામી 15 ફેબ્રુઆરીએ દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
આ અભિયાન અંતર્ગત, માત્ર જાન્યુઆરી 2024માં જ 42 ગુમ થયેલા બાળકો અને વ્યક્તિઓને શોધી કાઢવામાં સફળતા મળી છે. વલસાડ જિલ્લાના 31 કેસ તેમજ અન્ય રાજ્યના 11 કેસનો સમાવેશ થાય છે. આ અભિયાનની સફળતાએ વલસાડ પોલીસને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી છે.
Site Admin | ફેબ્રુવારી 6, 2025 7:49 પી એમ(PM) | વલસાડ
વલસાડ જિલ્લા પોલીસની અનોખી પહેલ ‘મિશન મિલાપ’ને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે
