વલસાડ જિલ્લામાં વિશેષ સંચાલન સમૂહ- SOGની ટુકડીએ સાડા ત્રણ કિલો માદક પદાર્થના જથ્થા સાથે વ્યક્તિની ધરપકડ કરી છે.
વલસાડ જિલ્લાના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે, SOGએ ગ્રીન પાર્કમાં આવેલા જિન્નતનગર વિસ્તારના એક ઘરમાં દરોડા પાડ્યા હતા. દરમિયાન દોઢ લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ, માદક પદાર્થનો જથ્થો અને મોબાઈલ મળી કુલ 2 લાખ 16 હજારનો માલસામાન સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. તેની વધુ પૂછપરછ કરાતા આ કેસમાં સંડોવાયેલા અન્ય એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી SOGએ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Site Admin | ડિસેમ્બર 19, 2024 7:43 પી એમ(PM) | વલસાડ