વલસાડ જિલ્લામાં યોજાયેલી યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ટ્રેડિશનલ ઇવેન્ટ, આર્ટિસ્ટિક સૉલો, આર્ટિસ્ટિક પેઈર, રિધમિક પેર જેવી વિવિધ ઇવેન્ટની સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓને સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રકથી સન્માનિત કરી પ્રમાણપત્ર અપાયા હતા. જિલ્લાકક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓને હવે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જિલ્લાકક્ષાની યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન થઈ રહ્યું છે.
Site Admin | ઓગસ્ટ 21, 2024 10:39 એ એમ (AM)