વલસાડ જિલ્લામાં પ્રથમવાર ગોરેગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત તેના હસ્તકના સાત પેટા આરોગ્ય કેન્દ્રો રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યા છે.
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે વલસાડ જિલ્લાના ગોરેગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તેમના 7 પેટા આરોગ્ય કેન્દ્રો પાલણ, તીઘરા, વાઘલપુરા, સોનવાડા, કુંડી, ધનોરી, કેવાડાને નેશનલ ક્વોલીટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ એક્રિડીટેશનનું રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.
વલસાડના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે ગોરેગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તેના પેટા આરોગ્ય કેન્દ્રોના દર્દીઓના અભિપ્રાય મેળવ્યા બાદ અને તેમની સારી કામગીરી બદલ આ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા છે.