વલસાડ જિલ્લામાં ચોમાસાની સિઝન શરૂ થતા જિલ્લામાં ડેન્ગ્યુના કેસો ઉપર કાબુ મેળવવા જિલ્લા આરોગ્ય વિભાગની 582 ટીમોએ જિલ્લામાં જાગૃતી અભિયાન શરૂ કર્યું હતું. જેમાં 30 ઓગષ્ટ સુધીમાં તાવ અને અન્ય ડેન્ગ્યુના સામાન્ય લક્ષણો ધરાવતા એક હજાર 98 શંકાસ્પદ ડેન્ગ્યુ ના દર્દીઓને સેમ્પલ લેવામાં આવ્યા હતા. પૈકી 23 જેટલા ડેન્ગ્યુ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. જેથી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે જિલ્લામાં જાગૃતિ અભિયાન ઝડપી બનાવ્યુ હતું. 23 દર્દીઓના ડેન્ગ્યુની સારવાર આપવામાં આવી રહી છે.
વલસાડ જિલ્લાની કુલ 452 જેટલી કન્સ્ટ્રક્શન સાઈટના સંચાલકોને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગે લોકોને સામાન્ય તાવ આવતો હોય ત્યારે નજીકના ડોક્ટરની જરૂરી સલાહ લેવા અપીલ કરી છે.