વલસાડ જિલ્લાના 19 વર્ષીય રણવીર અજય સિંઘે જૂનિયર એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક જીતી સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે. દુબઈ ખાતે યોજાયેલી આ સ્પર્ધા દરમિયાન ગુજરાતે એશિયન જૂનિયર ગેમ્સની 3 હજાર મીટર સ્ટીપલ ચેઝમાં પહેલી વાર સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે.
વલસાડના ખેલાડી રણવીર સિંઘે ગેમ્સમાં એશિયન દેશના 23 જેટલા સ્પર્ધકોને મ્હાત આપી આ સિદ્ધિ હાંસલ કરી છે. હવે તેઓ આગામી ઑગસ્ટ મહિનામાં પેરૂ ખાતે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા તૈયારી કરી રહ્યા છે.
Site Admin | જુલાઇ 20, 2024 7:32 પી એમ(PM)
વલસાડ જિલ્લાના 19 વર્ષીય રણવીર અજય સિંઘે જૂનિયર એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક જીતી સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું
