વલસાડમાં રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી.ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરનરાજ વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સેમિનારમાં વલસાડ એસ.ટી.વિભાગના ૬ ડેપોના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત ૫૦૦ કરતાં વધુ કર્મચારીઓ ઓન લાઈન જોડાયા હતા.પોતાની નોકરી દરમિયાન એક પણ અકસ્માત ન કરનાર ડ્રાઇવરો અને ડીઝલ બચતમાં પ્રગતિ કરનાર કર્મીઓનું સન્માન કરાયું. ડાંગના આહવા ખાતે યોજાયેલા મેગા લીગલ સર્વિસ કેમ્પમાં બે હજાર ૫૦૦ થી વધુ લાભાર્થીઓને સરકારી યોજનાઓના લાભો અપાયા હતા.
Site Admin | જાન્યુઆરી 18, 2025 8:25 એ એમ (AM) | એસ.ટી. વિભાગ