ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 6, 2025 4:30 પી એમ(PM)

printer

વલસાડના ધરમપુર ખાતે વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકા મુજબ સૌપ્રથમ “સર્પ સંશોધન સંસ્થાન”ની સ્થાપના કરવામાં આવી છે

વલસાડના ધરમપુર ખાતે વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકા મુજબ સૌપ્રથમ “સર્પ સંશોધન સંસ્થાન”ની સ્થાપના કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તથા વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશ પટેલના માર્ગદર્શનમાં આ સંસ્થાનની સ્થાપના કરવામાં આવી છે. ધરમપુર ખાતેના આ સર્પ સંશોધન સંસ્થાનમાં મુખ્ય ચાર ઝેરી સાપોને રાખવામાં આવે છે. જેમાં ભારતીય કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ વાયપર અને સો-સ્કેલ્ડ વાયપરનો સમાવેશ થાય છે. ગીચ જંગલો ધરાવતા ધરમપુર તેમજ આજુબાજુના વિસ્તારમાં મોટી સંખ્યામાં ઝેરી અને બિનઝેરી સાપો વસવાટ કરે છે, તેથી આ વિસ્તારમાં સ્થાપવામાં આવેલા સર્પ સંશોધન સંસ્થાનમાં સર્પદંશને લગતા સંશોધન, નિવારણ, નિદાન, સારવાર, પુનર્વસન તેમજ ગુજરાત અને પડોશી રાજ્યોના મેડિકલ અધિકારીઓને સર્પદંશના ઉપચાર તથા વ્યવસ્થાપન અંગે તાલીમ આપવાની કામગીરી કરવામાં આવે છે. સર્પ સંશોધન સંસ્થાનમાં હાલમાં લગભગ ૩૦૦થી વધારે ઝેરી સાપ રખાયા છે, જેની સંખ્યા ભવિષ્યમાં ૩,૦૦૦ સુધી લઈ જવામાં આવશે.
એક અભ્યાસ મુજબ, વિશ્વમાં અંદાજે દર વર્ષે ૫૪ લાખ લોકો સર્પદંશનો ભોગ બને છે, જેના કારણે અંદાજિત ૧ લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે જ્યારે ત્રણ ગણી સંખ્યામાં લોકો કાયમી વિકલાંગતાનો ભોગ બને છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ