વલસાડ જિલ્લામાં સૌપ્રથમ વખત દરિયાકાંઠેથી પોણા છ કરોડ રૂપિયાની કિંમતનો માદક પદાર્થ પોલીસે પકડ્યો છે.વલસાડના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે, વલસાડ પોલીસે દ્વારકા અને કચ્છ પોલીસની મદદથી ઉદવાડા દરિયાકાંઠેથી માદક પદાર્થના 11 પેકેટ કબજે કર્યા છે. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત પોણા છ કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. તેમ જ આ પેકેટ અને થોડા સમય પહેલા દ્વારકામાંથી પકડાયેલા આવા પેકેટ એકસમાન હોવાનું ખૂલ્યું છે.વલસાડ SOG અને પારડી પોલીસને દરિયાકાંઠે આવેલી સુરક્ષા દિવાલ પાસે શંકાસ્પદ પેકેટ પડ્યા હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ અહીં અને અન્ય જગ્યાએ 10 કલાકના તપાસ અભિયાન હાથ ધરતા વલસાડ SOG અને પારડી પોલીસે કુલ 11 કિલો 700 ગ્રામ માદક પદાર્થનો જથ્થો કબજે કર્યો હતો.
Site Admin | ઓગસ્ટ 13, 2024 7:40 પી એમ(PM) | વલસાડ