કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું છે કે વર્ષ 2030 સુધીમાં ભારતનો કાપડ ઉદ્યોગ 350 બિલિયન ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. અને આનાથી દેશમાં ત્રણ કરોડ પચાસ લાખ નોકરીઓનું સર્જન થશે. ભારત-ટેક્સ 2025 ની ઇવેન્ટ પહેલા, શ્રી સિંહે આશા વ્યક્ત કરી હતી કે ભારત તેની બ્રાન્ડ અને ટકાઉ ઇકો-ફ્રેન્ડલી ટેક્સટાઇલ ઉત્પાદનો માટે વૈશ્વિક ઓળખ મેળવશે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની pli સ્કીમ કપડા ઉદ્યોગમાં ઉત્પાદન અને બ્રાન્ડિંગ વધારવામાં મદદરૂપ થશે. શ્રી સિંહે માહિતી આપી હતી કે ગ્લોબલ ટેક્સટાઇલ એક્સ્પો – ભારત ટેક્સ 2025 આગામી વર્ષે 14 થી 17 ફેબ્રુઆરી દરમિયાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભારત મંડપમ અને ગ્રેટર નોઇડામાં ઇન્ડિયા એક્સ્પો સેન્ટર અને માર્ટ ખાતે આયોજિત કરવામાં આવશે. આ એક્સ્પોમાં પાંચ હજારથી વધુ પ્રદર્શકો અને છ હજારથી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો ભાગ લેશે.
Site Admin | સપ્ટેમ્બર 5, 2024 11:17 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | #BharatTex | #GlobalTextilesExpo