વર્ષ 2030 સુધીમાં ‘એઈડ્સ મુક્ત ભારત’ના સંકલ્પમાં સહયોગ આપવાની અપીલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને કરી હતી.
રાજ્યમાં પ્રથમ વખત યોજાઈ રહેલા એસિકોન રાષ્ટ્રીય સંમેલનના ઉદઘાટન સંબોધનમાં તેમણે જણાવ્યુ કે ગઇકાલે જાહેર કરાયેલા રાજ્યના બજેટમાં આરોગ્ય ક્ષેત્ર માટે આ વર્ષે 16%ના વધારા સાથે 23,385 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યુ હતું કે વર્ષ 2047 સુધીમાં રાજ્યમાં સરેરાશ આયુષ્ય 70 વર્ષથી વધારીને 84 વર્ષ કરવાનો વિકસિત ગુજરાતના રોડમેપનો લક્ષ્યાંક છે.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 7:11 પી એમ(PM) | મુખ્યમંત્રી
વર્ષ 2030 સુધીમાં ‘એઈડ્સ મુક્ત ભારત’ના સંકલ્પમાં સહયોગ આપવાની અપીલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને કરી
