વર્ષ 2024 – 2025ના પ્રથમ છ માસિક ગાળામાં જાહેરક્ષેત્રની બેંકોએ 11 ટકાની વર્ષિક વૃદ્ધિ સાથે મજબૂત કામગીરી દર્શાવી છે. આ મહિનામાં જાહેર ક્ષેત્રની બૅંકોનો કુલ નાણાકીય વેપાર 236.04 લાખ કરોડ રૂપિયા જેટલો રહ્યો. નાણામંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે કેટલાક વર્ષોમાં મોટા બૅંકિંગ સુધારા હાથધરાયા છે, જેને કારણે સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની નાણાકીય સ્થિતિ મજબૂત બની છે. વૈશ્વિક ક્રેડિટ પોર્ટફોલિયોમાં 12.9 ટકા જ્યારે ડિપોઝિટ પોર્ટફોલિયોમાં વર્ષિક 9.5 ટકાનો વધારો થયો છે. જ્યારે ખાનગી બેંકોએ AI, ક્લાઉટ અને બ્લૉકચેઇન જેવી નવી ટેક્નોલોજીની મદદથી નોંધપાત્ર પ્રગતિ કરી છે,સાથે જ સાઇબર સુરક્ષાના પડકારોનો સામનો કરવા જરૂરી વ્યવસ્થાન કરી છે.
Site Admin | નવેમ્બર 12, 2024 6:30 પી એમ(PM)