ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 18, 2024 4:23 પી એમ(PM)

printer

વર્ષ 2023-24 ના ખેલ મહાકુંભ 2.0માં વિક્રમી સંખ્યામાં અંદાજે 66 લાખથી વધુ રમતવીરોએ નોંધણી કરાવી છે

વર્ષ 2023-24 ના ખેલ મહાકુંભ 2.0માં વિક્રમી સંખ્યામાં અંદાજે 66 લાખથી વધુ રમતવીરોએ નોંધણી કરાવી છે. વર્ષ ૨૦૧૦માં યોજાયેલ પ્રથમ ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે ૧૬ લાખ ૫૦ હજાર જેટલા
રમતવીરોએ નોંધણી કરાવી હતી, આ આંકડો આ વર્ષે 66 લાખને પાર પહોંચ્યો છે. ચાલુ વર્ષે ૩૯ જેટલી વિવિધ રમતોનું આયોજન કરાયું છે. ખેલ મહાકુંભના માધ્યમથી ગુજરાતના ૧૬ ખેલાડીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કર્યું છે.ખેલમહાકુંભ અંતર્ગત ગ્રામ્ય -તાલુકા- જિલ્લા- મહાનગરપાલિકા કક્ષા અને રાજ્યકક્ષાની રમતોમાં વિજેતા થયેલ તેમજ પ્રતિભાશાળી ખેલાડીઓ માટે રાજ્ય સરકાર સમર કૉચીંગ કેમ્પનું આયોજન કરે છે,જેમાં વિનામૂલ્યે તાલીમ ઉપરાંત કેમ્પ દરમ્યાન નિવાસ, પ્રવાસ અને ભોજન આપવામાં આવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ