વર્ષ 2022 માટેના 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની આજે નવી દિલ્હીમાં જાહેરાત કરવામાં આવી. ઋષભ શેટ્ટીને ફિલ્મ કાંતારામાં અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો છે. શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ નિત્યા મેનનને તમિલ ફિલ્મ તિરુચિત્રંબલમમાં કામ કરવા બદલ અને ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસની અભિનેત્રી માનસી પારેખને આપવામાં આવ્યો છે. આ પુરસ્કારોની જાહેરાત ફીચર ફિલ્મજ્યુરી વડા રાહુલ રવૈલ, નોન-ફીચર ફિલ્મ જ્યુરી વડા નીલા માધવ પાંડા અને સિનેમા જ્યુરી વડા ગંગાધરમુદલિયાર પર શ્રેષ્ઠ લેખન દ્વારા કરવામાં આવી હતી. મલયાલમ ફિલ્મ અટ્ટમનેસર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ જાહેર કરવામાં આવી છે જ્યારે આયનાને શ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ઉત્કૃષ્ટ ફિલ્મ માટે સૂરજ બડજાત્યાને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ આપવામાં આવ્યો છે. હિન્દી ફિલ્મ ગુલમોહરને ફિચર ફિલ્મકેટેગરીમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે. હરિયાણવી ફિલ્મ ફૌજાનેનોન-ફીચર ફિલ્મ કેટેગરીમાં શ્રેષ્ઠ સંગીતનો એવોર્ડ મળ્યો છે. બેસ્ટ મેલ પ્લેબેકસિંગરનો એવોર્ડ અરિજિત સિંહને અને બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગરનો એવોર્ડ બોમ્બેજયશ્રીને આપવામાં આવ્યો છે. આ સિવાય પોનીયિન સેલવાન પાર્ટ-વન, કેજી એફ-2, બ્રહ્માસ્ત્ર, અપરાજિતો, ઈમુથી પુથી, કાબેરી અંતર્ધાન, દમણ અને બાગી દી ધી જેવી ફિલ્મોને પણ એવોર્ડ મળ્યા છે.
Site Admin | ઓગસ્ટ 16, 2024 7:38 પી એમ(PM) | રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો
વર્ષ 2022 માટેના 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની આજે નવી દિલ્હીમાં જાહેરાત કરવામાં આવી
