મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમા લેવાયેલા નિર્ણયોની માહિતી સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટલે આપી હતી.. તેમણે કહ્યુ હતું કે, વર્ષ ૨૦૧૧થી અમલમાં આવેલી ગુજરાત સ્ટેટ લીટીગેશન પોલીસીમાં નવી જોગવાઇઓ ઉમેરાઈ છે. જેમાં અપીલમાં વિલંબ અટકાવવા રાજ્ય સરકારે મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને કમીટીનું ગઠન કર્યું છે અને કમિટીનો નિર્ણય આખરી ગણાશે..
આ ઉપરાંત રાજ્યમાં ટ્રી કવર વધારવા ૨૦૦ કિમી લાંબા દ્વારકા-સોમનાથ દરિયાઇ કોસ્ટલ હાઇવેની બંને બાજુ ૪૦,૦૦૦ રોપાઓનું વાવેતર કરવાનો પણ કેબિનેટે નિર્ણય કર્યો હોવાનુ કહ્યું હતું.. રાજકોટ ગેમઝોન મામલે પત્રકારોના પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર આ સંવેદનશીલ મામલે કડક પગલાં ભરશે.
Site Admin | જૂન 25, 2024 7:43 પી એમ(PM) | ગુજરાત સ્ટેટ લીટીગેશન પોલીસી