હોંગકોંગમાં રમાઇ રહેલી વર્લ્ડ સ્કવોશ ટીમ ચેમ્પિયનશીપ 2024માં ભારતની મહિલા ટીમે ગ્રૂપ-Cની પ્રથમ મેચમાં કોલંબિયાને 2-1થી હાર આપી હતી. આજે બપોરે ત્રણ વાગે ભારતની મહિલા ટીમ બેલ્જિયમ સામે રમશે.
હોંગકોંગે સૌપ્રથમ વાર આ સ્પર્ધાનું આયોજન કર્યું છે. ઉપરાંત, પુરુષ અને મહિલાઓની સ્પર્ધા એક સાથે રમાઇ રહી હોય તેવું આ પ્રથમ વાર બન્યું છે. ગ્રૂપ-Fમાં ભારતની પુરુષ ટીમની સ્પર્ધા કોલંબિયા અને આયર્લેન્ડ સામે છે. જ્યારે મહિલા ટીમની સ્પર્ધા ઇટલી, કોલંબિયા અને બેલ્જિયમ સાથે છે. વર્લ્ડ સ્ક્વોશ ટીમ સ્પર્ધામાં ભારત હજી સુધી એક પણ ચંદ્રક જીત્યું નથી.
Site Admin | ડિસેમ્બર 9, 2024 2:11 પી એમ(PM)