ગઈકાલે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસ 2025 ના બીજા દિવસે ભારતે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો
પુરુષોની ભાલા ફેંકની સંયુક્ત શ્રેણીમાં, ભારતીય રમતવીરોએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યુ હતુ. પુષ્પેન્દ્ર સિંહે ૫૭.૫૭ મીટરના ગોલ્ડ મેડલ સાથે અગ્રેસર રહ્યો હતો, ત્યારબાદ મોહિતે સિલ્વર અને જસવંતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો
રિંકુ હુડ્ડાએ પુરુષોની ભાલા ફેંક F46 શ્રેણીમાં 60.26 મીટર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો. રિતેન્દરે પુરુષોની ભાલા ફેંકમાં 30.33 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ભારત માટે વધુ એક ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો
પુરુષોની ડિસ્કસ થ્રો F56/F57 ઇવેન્ટમાં, અતુલ કૌશિકે 43.92 મીટરના પ્રયાસ સાથે ગોલ્ડ મેડલ જીત્યો.
બીજા દિવસે ભારતની મહિલા ખેલાડીઓએ પણ નોંધપાત્ર દેખાવ કર્યા હતા. મહિલા ભાલા ફેંક F34 શ્રેણીમાં, બાઘ્યશ્રી માધવરાવ જાધવે 12.73 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો
ટ્રેક પર પુરુષોની 400 મીટર T47 સ્પર્ધામાં, દિલીપ મહાદુ ગાવિતે 48.78 સેકન્ડના સમય સાથે સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. જસબીરે સિલ્વર મેડલ જ્યારે ભાવિકકુમાર દિનેશભાઈએ કાંસ્ય ચંદ્રક હસ્તગત કર્યો હતો
અત્યાર સુધીમાં ભારત કુલ 95 મેડલ સાથે મેડલ ટેબલમાં આગળ છે, જેમાં 33 ગોલ્ડ, 29 સિલ્વર અને 33 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. એનપીએ , ન્યુટ્રલ પેરાલિમ્પિક એથ્લેટ્સમાં 26 મેડલ સાથે બીજા સ્થાને છે, જ્યારે ઉઝબેકિસ્તાન 12 મેડલ સાથે ત્રીજા સ્થાને છે.
Site Admin | માર્ચ 13, 2025 8:30 એ એમ (AM)
વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસ 2025માં ભારતના ખેલાડીઓનો ઉત્તમ દેખાવ યથાવત
