વર્તમાન સમયમાં વધતા જતા હૃદય રોગની ઘટનાને ધ્યાનમાં રાખી ખેડાના નડિયાદમાં રાજ્યકક્ષાની યોગ શિબિર યોજાઈ ગઈ. ગુજરાત રાજ્ય યોગ બૉર્ડ દ્વારા આજે વિશ્વ હૃદય દિવસ નિમિત્તે યોજાયેલી આ શિબિરમાં લોકોને યોગાસન, પ્રાણાયામ, નિયમિત વ્યાયામ, આહાર અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી. જ્યારે યોગ બૉર્ડના અધ્યક્ષ શિશપાલસિહં રાજપૂતે યોગથી હૃદય સલામતી અંગે માર્ગદર્શન આપ્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 29, 2024 7:44 પી એમ(PM) | હૃદય રોગ