ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 28, 2024 1:59 પી એમ(PM) | Auction | block auction | Coal Auction | India

printer

વર્તમાન નાણાકીય વર્ષમાં 88 ખનીજ બ્લૉક્સની સફળ હરાજી

સરકારે વર્તમાન નાણાકીય વર્ષમાં 88 ખનીજ બ્લૉક્સની સફળ હરાજી કરી છે, જેમાં ચાર તબક્કામાં પૂર્ણ કરાયેલા 24 મહત્વના ખનીજ બ્લૉક પણ સામેલ છે. ખાણ મંત્રાલયે જણાવ્યું કે, રાષ્ટ્રીય ખનીજ સંશોધન ટ્રસ્ટ- NMETએ 609 કરોડ રૂપિયાથી વધુના બજેટ સાથે 120 સંશોધન અને ખરીદ પરિયોજનાને મંજૂરી આપી છે. MSTC દ્વારા ઈ-હરાજી મંચને વ્યાપક પૂર્વાભ્યાસે સંભવિત સહભાગીઓ માટે એકીકૃત નોંધણી પ્રક્રિયા અને બોલી જમા કરવાના તબક્કાઓને પ્રદર્શિત કરાયું છે.
ખાણ મંત્રાલયે તાજેતરમાં જ અપતટીય ખનીજ સંશોધનને પ્રોત્સાહન આપવા માટે એક વૅબિનાર યોજ્યો હતો, જેમાં 13 અપતટીય બ્લૉકને ઈ-હરાજી માટે પ્રદર્શિત કરવામાં આવી હતી. આમાં કેરળ, ગુજરાત અને ગ્રેટ નિકોબાર દ્વિપ સમુહના દરિકાયાંઠાના બ્લૉક સામેલ છે. 12 મહત્વના ખનીજ માટે રૉયલ્ટી દરને સુસંગત બનાવવા માટે MMDR અધિનિયમ 1957માં પણ સુધારો કરાયો હતો. મંત્રાલયને હાલમાં ભારત આંતર-રાષ્ટ્રીય વેપાર મેળા 2024માં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સુવર્ણ પુરસ્કાર પણ મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ચીન, જાપાન, નૉર્વે, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, પાપૂઆ ન્યૂ ગિની, નામિબીયા, અપતટીય એટલે કે, દરિયાકાંઠાથી થોડે દૂર ખનન કરનારા મુખ્ય દેશ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ