વરસાદ પડતાની સાથે જ રાજ્યભરમાં ખેડૂતો દ્વારા દિવેલા પાકોની વાવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યમાં ખેતી નિયામકની કચેરી દ્વારા દિવેલના પાકોમાં રોગ અને જીવાતના વ્યવસ્થાપન માટે વાવણી સમયે લેવાના કેટલાક અગત્યના પગલાંઓ જાહેર કરવામાં આવ્યા છે.
યાદીમાં જણાવ્યા મુજબ, દિવેલના પાકોના વાવેતર સમયે છાણિયા અને સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો અથવા લીલો પડવાશ કરી શકાય. દિવેલના પાકમાં સુકારાના અસરકારક નિયંત્રણ માટે મકાઈ, જુવાર, બાજરી અથવા ઘઉંની ફેરબદલી કરવી આવશ્યક છે. દિવેલાના પાકમાં જીવાતોનો ઉપદ્રવ કાબૂમાં રાખવા કઠોળ વર્ગના પાકોને આંતરપાક તરીકે લેવા સૂચના આપવામાં આવી છે.
Site Admin | જુલાઇ 11, 2024 8:05 પી એમ(PM) | વરસાદ