વરસાદી પાણીનો સંગ્રહ કરી ભવિષ્યની પેઢીને વારસામાં અખૂટ જળસંગ્રહ આપીએ તેમ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટિલે જણાવ્યું હતું.
સુરતના વેસુ શ્યામ મંદિરેથી મહેંદીપુર બાલાજી મંદિર સુધીની જળસંચય મહિલા પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી સી. આર. પાટિલ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટિલે ઉપરોક્ત બાબત જણાવી હતી.
કેન્દ્રીય મંત્રી પાટિલે આ અવસરે મહિલાઓને અનુરોધ કર્યો હતો કે, તેઓ તેમના પિયરનું ગામ દતક લઈને જળસંચયમાં સહભાગી બને અને અન્ય મહિલાઓને પણ જળસંચયની પ્રેરણા આપે. આ જળસંચય મહિલા પદયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
Site Admin | ડિસેમ્બર 23, 2024 10:10 એ એમ (AM) | Akashvani | akashvaninews | Gujarat | newsupdate | Surat | topnews | ગુજરાત | સુરત