રાજ્યમાં ગયા અઠવાડિયે પડેલા અતિભારે વરસાદને કારણે અસરગ્રસ્ત 14 જિલ્લામાં એક લાખ 69 હજાર લોકોને અત્યાર સુધી 8 કરોડ રૂપિયાથી વધુની રોકડ સહાય ચૂકવવામાં આવી છે. આજે એક પત્રકાર પરિષદમાં રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું કે, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા, નવસારી અને પોરબંદર, મોરબી તથા વલસાડ જિલ્લાઓમાં કુલ ૧ હજાર ૧૨૦ ટીમ દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઘરવખરી અને કપડા સહાય માટે અત્યાર સુધીમાં ૫0 હજારથી વધુ પરિવારોને 20 કરોડ રૂપિયાથી વધુ રકમ ચૂકવાઈ છે.
Site Admin | સપ્ટેમ્બર 4, 2024 7:43 પી એમ(PM)
વરસાદને કારણે અસરગ્રસ્ત 14 જીલ્લાના લોકોને અત્યાર સુધીમાં આઠ કરોડ કરતાં વધુની સહાય ચૂકવાઇ
