વરસાદના પગલે રાજ્યમાં હવાઇ સેવા પણ અસરગ્રસ્ત થઇ છે. સુરતના હવાઈમથક ખાતે ખાનગી કંપનીના વિમાનના પાયલટે ઓછી વિઝિબલિટી વચ્ચે પણ વિમાનનું સફળ ઉતરાણ કરાવ્યું હતું. ઈન્દોરથી સુરત આવી રહેલું આ વિમાનને ભારે વરસાદના કારણે ઉતરાણમાં મુશ્કેલી થઈ રહી હતી. દરમિયાન એક કલાક હવામાં વિમાન ફેરવ્યા બાદ સલામત રીતે વિમાનનું ઉતરાણ કરાવનારા પાયલટની સમયસૂચકતાને યાત્રિઓએ બિરદાવી હતી.
Site Admin | જુલાઇ 22, 2024 7:54 પી એમ(PM) | વરસાદ
વરસાદના પગલે રાજ્યમાં હવાઇ સેવા પણ અસરગ્રસ્ત થઇ
