વન વિભાગની વનરક્ષકની શારીરિક પરીક્ષામાં નકલી ઉમેદવાર પકડાયો હોવાનું સામે આવ્યું છે.
ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, ગાંધીનગરના પોલીસ પરેડ મેદાન ખાતે ગઈકાલે યોજાયેલી વનરક્ષકની શારીરિક પરીક્ષામાં બીજા ઉમેદવારની જગ્યાએ પરીક્ષા આપવા આવેલો નકલી ઉમેદવાર બાયોમેટ્રિકની ચકાસણી વખતે પકડાઈ ગયો હતો. આ મામલે નકલી ઉમેદવાર સામે ગાંધીનગરના સેક્ટર 21 પોલીસમથકમાં ગુનો નોંધાયો હતો.
Site Admin | ઓક્ટોબર 7, 2024 3:16 પી એમ(PM)