વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે નવસારી અને વલસાડ જિલ્લાના નહેર આધુનિકીકરણના ૪૫ કરોડથી વધુ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે. નવસારી અને વલસાડ જિલ્લાની ૪ હજાર ૭૮૦ હેક્ટર જમીનને તેનો લાભ મળશે. શ્રી પટેલે નવસારીના નાગધરાગામ ખાતે ,ઉકાઈ-કાકરાપારયોજના હેઠળના નવસારી અને વલસાડ જિલ્લાના નહેર આધુનિકીકરણના કામ સહિત ૪૫ કરોડથી વધુના ૨૨ કામોનું ખાતમુહૂર્ત કરી ઈ-તકતીનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યુંહતું કે, નહેર આધુનિકીકરણના કામો થવાથી પાણીનું લીકેજ/સીપેજ અટકશે તેમજ છેવાડાના વિસ્તાર સુધીમાંપૂરતા પ્રમાણમાં ખેડૂતોને સમયસર સિંચાઈનું પાણી મળશે. મંત્રી શ્રીએ ખેડૂતોનેવરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવા ‘કેચ ધ રેન’ અભિયાનનેઅપનાવવા આગ્રહ કર્યો હતો
Site Admin | જાન્યુઆરી 2, 2025 7:09 પી એમ(PM)