રાજ્યને વધુ હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે વનવિભાગ દ્વારા સામાજિક વનીકરણ’ની ચાર નવીન યોજનાઓનો રાજ્યભરમાં પ્રારંભ કરાયો. આ ચાર નવીન યોજનાઓમાં હરીત વન પથ વાવેતર, પંચરત્ન ગ્રામ વાટીકા વાવેતર, અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર અને નર્સરીમાં ટોલ સીડલીંગ તૈયાર કરવાનો સમાવેશ થાય છે.
યોજનાના સફળ અમલીકરણ માટે વિવિધ લક્ષ્યાંક નક્કી કરાયા છે. જેમાં હરીત વન પથ વાવેતર મોડલ હેઠળ રાજ્યમાં ૭૦ હેક્ટર વિસ્તારમાં ટ્રી ગાર્ડ સાથે રોપાનું વાવેતર, પંચરત્ન ગ્રામ વાટીકા વાવેતર મોડલ હેઠળ રાજ્યમાં ૧ હજાર ગામડાંઓમાં ગામ દીઠ ૫૦ રોપાનું ટ્રી ગાર્ડ સાથે વાવેતર,અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર મોડલ હેઠળ રાજ્યના ૬૫ અમૃત સરોવર ફરતે અમૃત સરોવર દીઠ ૨૦૦ રોપાનું ટ્રી ગાર્ડ સાથે વાવેતર કરવામાં આવશે. આ નવીન અભિયાનમાં પર્યાવરણ પ્રેમી નાગરિકોને સહભાગી થવા વન વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Site Admin | જુલાઇ 11, 2024 7:52 પી એમ(PM) | સામાજિક વનીકરણ
વનવિભાગ દ્વારા ‘સામાજિક વનીકરણ’ની ચાર નવીન યોજનાઓનો રાજ્યભરમાં પ્રારંભ…
