વડોદરા શહેરની ત્રણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલથી ધમકી મળતા પોલીસે ત્રણેય શાળાઓમાં બોમ્બ સ્કવોડ સાથે તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરનાં ભાયલી વિસ્તારમાં આવેલી નવરચના શાળાનાં આચાર્યને સવારે ઈમેઈલ મળ્યો હતો. આચાર્યએ આ અંગેની જાણ પોલીસને કરી હતી.
પોલીસે નવરચના ગ્રુપની ત્રણ શાળાઓમાં બોમ્બ સ્કવોર્ડ સહિત ફાયરબ્રિગેડ અને એમ્બુલન્સ સેવાઓ તૈનાત કરી હતી. જોકે અત્યાર સુધી કોઈપણ વાંધાજનક વસ્તુઓ મળી નથી.
Site Admin | જાન્યુઆરી 24, 2025 3:45 પી એમ(PM) | પોલીસ
વડોદરા શહેરની ત્રણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલથી ધમકી મળતા પોલીસે તપાસ શરૂ કરી
