ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 15, 2024 7:19 પી એમ(PM)

printer

વડોદરા મહાનગર પાલિકાએ આઠ કૃત્રિમ તળાવમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવાનું આયોજન કર્યું

વડોદરા મહાનગર પાલિકાએ આઠ કૃત્રિમ તળાવમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવાનું આયોજન કર્યું છે. આજે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આવતીકાલે ઈદ એ મિલાદની ઉજવણી થશે, જ્યારે મંગળવારે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થવાનું છે. આ બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે 3500 થી વધુનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં તૈનાત રહેશે. આ ઉપરાંત ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન અને કૃત્રિમ તળાવ પર વડોદરા શહેર પોલીસની સાથે સાથે રાષ્ટ્રીય અનામત દળ અને રાજ્ય અનામત દળ ના જવાનો પણ બંદોબસ્તમાં ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત, ગણેશોત્સવનાં આયોજકો સાથે અને શાંતિ સમિતિની બેઠકો પણ કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં વિસર્જન પૂર્વે ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ પ્રકારનો અણબનાવ ન થાય તે માટે ડ્રોન અને સીસીટીવી કેમેરા તેમજ બોડી વોર્ન કેમેરા થકી ચાંપતી નજર રાખવામાં આવશે.
સૂરતમાં ગણેશ વિસર્જનમાં શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એવા હેતુ સાથે ગણેશ મહોત્સવની સમિતિના આગેવાનો સાથે મળીને સાસંદ મુકેશભાઇ દલાલે વિસર્જનના રૂટની મુલાકાત લીધી હતી. તેમણે ગણેશ ભક્તો પાસેથી મૂર્તિ વિસર્જન દરમિયાન નડતી સમસ્યા વિશે જાણકારી મેળવી સમસ્યાનું નિરાકરણની ખાતરી આપી હતી.આ સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મળીને આયોજકોને રૂટમાં પડતા પ્રશ્નોની ચર્ચા કરી ઉકેલ લાવવામાં આવ્યા હતા.
વધુમાં તેમણે આયોજકોને શાંતિ અને સંયમ જાળવવા અને વહેલી સવારથી જ વિસર્જન શરૂ કરી દેવા માટે અપીલ કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ