મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના નાના વેપારીઓ માટે જાહેર કરેલા પૂર રાહત પેકેજનો લાભ તુરંત મળે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૩૦ સર્વેયરોની ફોજ ઉતારવામાં આવી છે.
નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિએ જણાવ્યું કે, સર્વે માટે ચાર ટીમો બનાવવામાં આવી છે. 50થી 60 કર્મયોગીઓની આ ટુકડીઓએ વિવિધ તાલુકાઓમાં સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. સાથે જ રાહત પેકેજનો લાભ લેવા ઇચ્છતા વેપારીઓ માટે સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. જેમાં ફોર્મથી માંડીને ઓળખના પુરાવા, વેપારના પુરાવા ઉપરાંત બેંકની વિગતો સહિતની માહિતી ભરવાની રહેશે.
Site Admin | સપ્ટેમ્બર 14, 2024 10:59 એ એમ (AM)
વડોદરામાં રાહત પેકેજના સરવે માટેની કામગીરી શરૂ કરાઇ
