વડોદરામાં મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- WPL માં આજે યુપી વૉરિયર્ઝ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે. આ મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે. વડોદરામાં ગઈકાલે રમાયેલી પાંચમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો પરાજય થયો છે. મુંબઈ ઇન્ડિયન્સે પહેલા બોલિંગ કરતાં ગુજરાત જાયન્ટ્સની ટીમે 20 ઑવરમાં 120 રન બનાવ્યા હતા. જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે 16
ઑવર એક બૉલમાં 5 વિકેટે 122 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટીમનાં નેટ સાયવર-બ્રન્ટે સૌથી વધારે 57 રન બનાવ્યાં હતાં. દરમિયાન હેયલે મેથ્યુઝને પ્લેયર ઑફ ધી મૅચ જાહેર કરાયાં હતાં.
Site Admin | ફેબ્રુવારી 19, 2025 2:32 પી એમ(PM)
વડોદરામાં મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- WPL માં આજે યુપી વૉરિયર્ઝ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે
