ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 7, 2024 7:09 પી એમ(PM)

printer

વડોદરામાં બીજા નોરતે ભાયલી વિસ્તારમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કરનાર પાંચ આરોપીઓને વડોદરાની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે

વડોદરામાં બીજા નોરતે ભાયલી વિસ્તારમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કરનાર પાંચ આરોપીઓને વડોદરાની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. દુષ્કર્મ કરનાર 5 આરોપીઓ પૈકી 3 ઉત્તરપ્રદેશના હોવાનું સામે આવ્યું છે. ગરબા રમવા નીકળેલી 16 વર્ષની સગીરા તેના મિત્ર સાથે વડોદરાના ભાયલી-બીલ રોડ વિસ્તારમાં બેઠી હતી, ત્યારે 3 નરાધમોએ તેના મિત્રને ગોંધી સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

આરોપીઓ વડોદરાના તાંદલજા વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. પાંચમાંથી ત્રણ ઉત્તરપ્રદેશના રહેવાસી છે. તેઓ ઘણાં સમયથી તાંદલજા વિસ્તારમાં રહે છે. વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમરે જણાવ્યું હતું કે હાલ પોલીસ દ્વારા આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે.

આરોપીઓ પ્લાસ્ટર ઓફ પેરિસ કરવાના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું પણ તેમણે જણાવ્યું છે. દુષ્કર્મ વખતે ત્રણ યુવાનો નશામાં હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ