વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં આગ ફાટી નિકળી હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. કોયલી રિફાઇનરીમાં લાગેલી આગને કારણે દોડધામ મચી ગઇ હતી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લીમિટેડના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા અને ફાયર બ્રિગેડ પણ સ્થળ ઉપર પહોંચ્યુ હતું.. આગ બુઝાવવાની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરી દેવાઇ હતી. આગને કાબૂમાં લેવા માટે અમદાવાદમાંથી પણ ફાયરબ્રિગેડની એક ટીમ વડોદરા પહોંચી ગઇ હતી.
મોડી રાત્રે આગને કાબુમાં લેવામાં સફળતા મળી છે પરંતુ આગને કાબુમાં લેનાર એક ફાયરકર્મી ઇજાગ્રસ્ત થયો છે. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
Site Admin | નવેમ્બર 12, 2024 9:49 એ એમ (AM) | વડોદરા
વડોદરાની ગુજરાત રિફાઈનરીમાં લાગેલી આગમાં એકનું મોત
