ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 30, 2024 7:50 પી એમ(PM) | વડોદરા

printer

વડોદરાના પૂરપ્રકોપને કારણે અસરગ્રસ્ત લોકોને સહાય માટે પાંચ કરોડ રૂપિયાની તાત્કાલિક અસરથી ફાળવણી કરતી રાજ્ય સરકાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાને પાંચ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.આપદાગ્રસ્ત પરિવારોને સહાયની ચૂકવણી કરવામાં આવી રહી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ રાજકુમારે વડોદરા ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી સંબંધિત અધિકારીઓને સફાઇ, આરોગ્ય, વીજળી પુનઃ સ્થાપન તથા માર્ગ દુરસ્તીકરણની બાબતને યુદ્ધના ધોરણે શરૂ કરવા સૂચના આપી હતી.વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપત્તિગ્રસ્તોને સહાયતા રકમ ચૂકવવા ઉપરાંત નુકસાનનો સર્વે કરવા માટે ૯૦ ટીમોની રચના કરાઇ છે, તેમાં આજે વિવિધ સ્થળે ફરજ બજાવતા ૬૦ તલાટી મંત્રીઓનો આ કામગીરીમાં સહયોગ લેવામાં આવી રહ્યો છે.આજથી વડોદરા શહેર અને ગ્રામ્ય પ્રાંત હેઠળના ચારેય મામલતદાર કચેરીઓ દ્વારા આપત્તિગ્રસ્તોના ઘરે જઇને ઘરવખરી નુકસાનીનો સર્વે કરવામાં આવી રહ્યો છે.તે સાથે આપદાગ્રસ્ત પરિવારોને સહાય રકમ પણ ચૂકવવામાં આવી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ