વડોદરાથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધીનો માર્ગ હાઈસ્પીડ કોરીડોર બનાવાશે. રાજ્ય સરકારે વિશ્વ વિખ્યાત પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનીટી અને વડોદરાને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવાની મંજૂરી આપી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ માટે 382 કરોડ રૂપિયા મંજુર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રવાસીઓની સુવિધા વધે, તેમના સમય અને ઇંધણનો બચાવ થાય તથા આ ક્ષેત્રે પ્રવાસનને વધુ વેગ મળે તે ઉદ્દેશ્યથી આ નિર્ણય કરાયા છે.
જે અંતર્ગત વડોદરા નેશનલ હાઈવે ૪૮ જંક્શનથી વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ હદ સુધી છ-માર્ગીય રોડ તથા બંને બાજુ સર્વિસ રોડની કામગીરી, વુડા હદ થી ડભોઇ સુધીની લંબાઇ પૈકી બાકી રહેલ ૨.૫ કી.મી. લંબાઇમાં ચાર માર્ગીયકરણની કામગીરી થશે.
જેમાં બે અન્ડરપાસ અને બે એલીવેટેડ કોરીડોર પણ નિર્માણ થશે. આ ઉપરાંત રતનપુર ચોકડી ઉપર તથા થુવાવી જંક્શન ઉપર ૬ માર્ગીય વ્હિકલ અન્ડરપાસ તેમજ કેલનપુર ગામમાં અને સિનોર ચોકડી ઉપર ૪ માર્ગીય એલીવેટેડ માર્ગ બનશે.
Site Admin | ઓગસ્ટ 19, 2024 11:11 એ એમ (AM) | aakshvani | vadodara