ઉત્તર ગુજરાતના વડનગરમાં કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ, CSTI સ્થપાશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સરકાર સાથે લાર્સન એન્ડ ટુબ્રો, L&Tએ ઈન્સ્ટિટ્યુટની સ્થાપના માટે ગાંધીનગરમાં સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
L&T દ્વારા 22 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં ઈન્સ્ટિટ્યુટનું નિર્માણ થશે. ટૂંકા ગાળાના અભ્યાસક્રમોમાં દર વર્ષે એક હજારથી વધુ યુવાઓને તાલીમ કૌશલ્ય મળશે..
આ સેન્ટર દ્વારા ઉત્તર ગુજરાતમાં ધરોઈ વિસ્તારના વિવિધ વિકાસ કામો-ભારતમાલા પ્રોજેક્ટ તથા બાંધકામ ક્ષેત્રના અન્ય મોટા પ્રોજેક્ટ્સ માટે બાંધકામ ટેક્નોલોજીના જ્ઞાન-કૌશલ્યથી સજ્જ કુશળ તાલીમબદ્ધ યુવાનો તૈયાર કરાશે.
Site Admin | ફેબ્રુવારી 16, 2025 7:59 એ એમ (AM) | વડનગર
વડનગરમાં 22 કરોડ રૂપિયાના ખર્ચે કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ સ્થપાશે.
