પવિત્ર તીર્થધામ વડતાલ ખાતે ઉજવાઇ રહેલા લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા હતાં. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે આ ઉત્સવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંક્લપને સિદ્ધ કરવા માટે વિકસિત ગુજરાત માટે સંકલ્પબદ્ધ થવાની પ્રેરણા પુરી પાડે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે આપણા ધર્મ, આસ્થા અને સાંસ્કૃતિક ચેતનાના કેન્દ્ર–ના અનુરૂપ વિકાસનો એક નવા યુગનો પ્રારંભ થયો છે.
આ પ્રસંગે સંસ્થાના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે લક્ષ્મી નારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ લાખો હરિભક્તોની સેવા અને સમર્પણ ભાવને વ્યક્ત કરે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવની પાંચ રૂપિયાની ટપાલ ટિકિટનું વિમોચન કર્યું હતું.