ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 30, 2024 2:01 પી એમ(PM) | વકફ (સુધારા) બિલ

printer

વક્ફ (સુધારા) બિલ, 2024 પરની સંયુક્તસમિતિ આજે નવીદિલ્હીમાં વિવિધ હિતધારકોના મંતવ્યો અને સૂચનો મેળવવા માટે બેઠક કરશે

વક્ફ(સુધારા)બિલ,2024 પરની સંયુક્તસમિતિ આજે નવીદિલ્હીમાં વિવિધ હિતધારકોના મંતવ્યો અને સૂચનો મેળવવા માટે બેઠક કરશે.લોકસભા સચિવાલયના જણાવ્યા અનુસાર, મુંબઈના ઓલ ઈન્ડિયા સુન્ની જમીયતુલ ઉલેમા અને નવીદિલ્હીની ઇન્ડિયન મુસ્લિમ્સ ફોર સિવિલ રાઇટ્સ સમિતિ સમક્ષ વિચારો રજૂ કરશે.લોકસભા સાંસદ જગદંબિકા પાલની અધ્યક્ષતામાં રચાયેલ વકફ (સુધારા) બિલ, 2024 અંગેની સંસદની સંયુક્ત સમિતિએ  જાહેર, NGO, નિષ્ણાતોઅને સંસ્થાઓ સહિતના હિતધારકો પાસેથી મંતવ્યો અને સૂચનો આમંત્રિત કર્યા હતા. વકફ (સુધારા)બિલ 2024 અંગેનીસંયુક્ત સંસદીય સમિતિની પ્રથમ બેઠક આ મહિનાની 22 તારીખે યોજાઈ હતી. 31 સભ્યોનીસમિતિમાં લોકસભાના 21 સભ્યો અને રાજ્યસભાના 10 સભ્યો છે.  વકફ  બિલ નો હેતુ ખામીઓને દૂર કરવાનો અને વકફ મિલકતોના વહીવટ અને સંચાલનનીકાર્યક્ષમતા વધારવાનો છે. આ બિલમાં વકફ એક્ટ, 1995નું નામ બદલીને યુનિફાઇડ વક્ફ મેનેજમેન્ટ, એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી એન્ડડેવલપમેન્ટ એક્ટ, 1995 રાખવાની જોગવાઈ છે ‘ધ વક્ફ(સુધારા) બિલ, 2024ની ટેક્સ્ટ હિન્દી અને અંગ્રેજીમાં લોકસભાની વેબસાઇટ પરઉપલબ્ધ છે.બજેટ સત્ર દરમિયાન લોકસભામાં રજૂ કરાયેલ વકફ (સુધારા) બિલને સત્ર દરમિયાનપરીક્ષા માટે સંસદની સંયુક્ત સમિતિને મોકલવામાં આવ્યું હતું.          

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ