વક્ફ (સુધારા) બિલ 2024 અંગે સંયુક્ત સમિતિના અહેવાલ પર વિરોધ પક્ષોનાં સભ્યોના હોબાળા વચ્ચે લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. આ અહેવાલ આજે ગૃહમાં રજૂ થવાનો છે. આજે સવારે ગૃહની બેઠક મળી ત્યારે કોંગ્રેસ, ડીએમકે અને સમાજવાદી પાર્ટી સહિતનાં વિરોધ પક્ષનાં સભ્યોએ હોબાળો મચાવ્યો હતો.
અધ્યક્ષ ઓમ બિરલાએ વિરોધ પક્ષનાં સભ્યોને ગૃહને સૂચિબદ્ધ કામકાજ શરૂ કરવાની મંજૂરી આપવા વારંવાર વિનંતી કરી. તેમણે કહ્યું કે, અહેવાલ રજૂ થયા પછી તેઓ સભ્યોને બોલવાની મંજૂરી આપશે. શ્રી બિરલાએ ઉમેર્યું કે, પ્રશ્નકાળ મહત્વપૂર્ણ છે અને હોબાળો કરવો યોગ્ય નથી. હોબાળો ચાલુ રહેતાં સ્પીકરે ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું. દરમિયાન કેન્દ્રીય મંત્રી જે. પી નડાએ વક્ફ બિલ મામલે વિપક્ષના વલણની ટીકા કરી હતી.
(BYTE: J P NADDA)
દરમિયાન, વિરોધ પક્ષોનાં હોબાળા વચ્ચે રાજ્યસભામાં વક્ફ સુધારા બિલ પર સંયુક્ત સમિતિનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે.
રાજ્સભામાં વિપક્ષના નેતા મલ્લિખાર્જુન ખડગે અને સાંસદ નાસિર હુસૈને આરોપ લગાવ્યો કે સમિતિની બેઠકોમાં વિપક્ષના સભ્યો દ્વારા આપવામાં આવેલી નોંધોને અહેવાલમાં સમાવિષ્ટ કરવામાં આવી નથી. તેમણે આ અહેવાલમાં અસંમતિના મંતવ્યો નથી, તો તેને સમિતિને પાછા મોકલવા જોઈએ તેવી માંગણી કરી હતી..
તેના જવાબમાં, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજુજુએ સ્પષ્ટતા કરી કે અહેવાલ, કાર્યવાહી અને અસંમતિની નોંધોનો કોઈ ભાગ કાઢી નાખવામાં આવ્યો નથી. તેમણે વિપક્ષ પર આ મુદ્દા પર ગૃહને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો.
Site Admin | ફેબ્રુવારી 13, 2025 2:13 પી એમ(PM) | લોકસભા
વક્ફ (સુધારા) બિલ 2024 અંગે સંયુક્ત સમિતિના અહેવાલ પર વિરોધ પક્ષોનાં સભ્યોના હોબાળા વચ્ચે લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી
