સર્વોચ્ચ અદાલતે વક્ફ સુધારા અધિનિયમ 2025-ને પડકારતી અરજીઓ પર સુનાવણી કરતા ગઈકાલે વચગાળાનો કોઈ આદેશ આપ્યો નથી. આ પહેલા કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલત દ્વારા ઉઠાવવામાં આવેલા ત્રણ મુદ્દા પર પોતાની દલીલો તૈયાર કરવા સમય માગ્યો હતો.મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ સંજય કુમાર અને ન્યાયમૂર્તિ કે. વી. વિશ્વનાથન્-ની ખંડપીઠ આ અરજીઓ પર સુનાવણી કરી રહી છે. હવે આ મામલે આજે ફરી સર્વોચ્ચ અદાલતમાં બપોરે સુનાવણી હાથ ધરાશે.
અદાલતે નવા વક્ફ અધિનિયમને પડકારતી અરજીઓ પર વચગાળાનો આદેશ આપવા અંગે વિચાર કર્યો. ખંડપીઠે ત્રણ મુખ્ય મુદ્દા ઉઠાવ્યા હતા. અદાલતે કહ્યું, તેઓ સુધારા કાયદાની વક્ફ સંબંધિત જોગવાઈને અસરકારક નહીં બનવા દે. આ જોગવાઈ હેઠળ, મિલકત સરકારી જમીન છે કે નહીં તે અંગે જિલ્લા અધિકારીની તપાસ ચાલુ રહેવા સુધી વક્ફ મિલકતને વક્ફ નહીં ગણવામાં આવે.
Site Admin | એપ્રિલ 17, 2025 9:22 એ એમ (AM)
વક્ફ સુધારા અધિનિયમ 2025-ને પડકારતી અરજીઓ પર આજે સર્વોચ્ચ અદાલતમાં ફરી સુનાવણી
