ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 2, 2025 8:00 પી એમ(PM)

printer

વક્ફમાં કોઈ પણ બિન મુસ્લિમ સભ્યનો સમાવેશ નહીં કરવામાં આવે : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

લોકસભામાં વક્ફ(સુધારા) વિધેયક, 2025 પર ચર્ચા થઈ રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું, મંત્રીમંડળ દ્વારા મંજૂર કરાયેલ સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા વિગતવાર ચર્ચા બાદ આ વિધેયક લાવવામાં આવ્યું છે. શ્રી શાહે જણાવ્યું, વક્ફમાં કોઈ પણ બિન મુસ્લિમ સભ્યનો સમાવેશ નહીં કરવામાં આવે.         

અગાઉ, આ વિધેયક રજૂ કરતા કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું હતું કે તેને મુસ્લિમોની ધાર્મિક પ્રથા સાથે કોઈ સંબંધ નથી અને તે માત્ર વક્ફ બોર્ડ સાથે સંબંધિત સંપત્તિઓ સાથે સંબંધિત છે. તેમણે જણાવ્યું આ વિધેયકનો હેતુ કોઈની મિલકત જપ્ત કરવાનો નથી.     

ચર્ચાની શરૂઆત કરતા કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ સરકાર પર આ બિલ અંગે લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, આ બિલ બંધારણની વિરુદ્ધ છે. TDPના સાંસદ કૃષ્ણપ્રસાદ તેન્નેટીએ આ વિધેયકનું સમર્થન કરતાં જણાવ્યું, એક લાખ 20 હજાર કરોડ રૂપિયાની વક્ફ મિલકતો અને 36 લાખ એકરથી વધુ જમીન લઘુમતીઓ માટે આર્થિક અને સામાજિક પરિવર્તનની તક રજૂ કરે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ