વકફ સુધારા વિધેયક 2024 માટેની સંયુક્ત સંસદિય સમિતિ – JPCની પહેલી બેઠક આજે દિલ્હીમાં યોજાઇ ગઇ. ભાજપના સાંસદ જગદમ્બિકા પાલના અધ્યક્ષપદે રચાયેલી JPCમાં 31 સાંસદો છે. આ પૈકી 21 સાંસદો લોકસભાના અને 10 સાંસદો રાજયસભાના છે. લોકસભાએ JPCને સંબંધિત વિધેયકની સમિક્ષા કરવા જણાવ્યું છે.
આ બેઠકમાં લઘુમતિ બાબતોના અને કાનૂન મંત્રાલયના અધિકારીઓએ વિધેયકના મુસદ્દામાં સૂચવાયેલા વિવિધ સુધારાઓની વિગતો JPCના સભ્યોને આપી હતી. બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં JPCના વડા શ્રી પાલે જણાવ્યું હતું કે, આ વિધેયકની જોગવાઇઓ અંગે ચર્ચા કરતી વખતે JPC લઘુમતિ સંગઠ્ઠનોના લોકોને વધુ તક આપશે. JPC દ્વારા વિધેયકમાં સુચવાયેલા તમામ 44 સુધારાઓ અંગે ચર્ચા કરાશે.
Site Admin | ઓગસ્ટ 22, 2024 7:40 પી એમ(PM) | JPC
વકફ સુધારા વિધેયક 2024 માટેની સંયુક્ત સંસદિય સમિતિ – JPCની પહેલી બેઠક આજે દિલ્હીમાં યોજાઇ ગઇ
