ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 3, 2025 8:26 પી એમ(PM) | વંદે ભારત સ્લિપર ટ્રેન

printer

વંદે ભારત સ્લિપર ટ્રેન દ્વારા ઝડપથી લાંબા અંતરની મુસાફરી કરી શકાશેઃ પ્રતિ કલાક મહત્તમ 180 કિલોમીટરની ઝડપ હાંસલ કરી

વંદે ભારત સ્લિપર ટ્રેન દ્વારા ટૂંક સમયમાં લાંબા અંતરનાં રેલ પ્રવાસમાં વિશ્વકક્ષાનો અનુભવ મળશે. છેલ્લાં ત્રણ દિવસથી હાથ ધરવામાં આવી રહેલા પરીક્ષણોમાં વંદે ભારત સ્લિપર ટ્રેને પ્રતિ કલાક મહત્તમ 180 કિલોમીટરની ઝડપ હાંસલ કરી છે.રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કોટા ડિવિઝનમાં આ ટ્રેનના સફળ પરિક્ષણનો વિડિયો રજૂ કર્યો છે. આ મહિનાના અંત સુધી પરિક્ષણ ચાલુ રહેશે. વંદે ભારત સ્લિપર ટ્રેન સ્વયંસંચાલિત દરવાજા, અત્યંત આરામદાયક સીટ અને વિમાન જેવી ડિઝાઇન જેવી સુવિધાઓ ધરાવે છે.હાલમાં દેશભરમાં 136 વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ