ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

લોથલમાં 200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિશ્વનું સૌથી ઉંચુ લાઈટહાઉસ મ્યુઝીયમ બનાવાશે

લોથલમાં 200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિશ્વનું સૌથી ઉંચુ લાઈટહાઉસ મ્યુઝીયમ બનાવવામાં આવશે.જયારે દેશનું પ્રથમ રાષ્ટ્રીય નૌકાદળ હેરિટેજ કોમ્પ્લેક્ષ તૈયાર કરવામાં આવશે.પહેલા તબક્કાનું આ કામ 60 ટકા જેટલું પૂર્ણ થઇ ગયું છે.જેમાં છ ગેલેરીઓનો સમાવેશ કરાશે.આ મ્યુઝિયમ ભારતીય નૌકાદળ અને તટરક્ષકદળને સમર્પિત કરવામાં આવશે.જયારે બીજા તબક્કામાં આઠ ગેલેરીઓ તેમજ એક લાઇટહાઉસ મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે. તેમાં એક બગીચા કોમ્પ્લેક્સમાં 1500 વાહનો માટે પાર્કિંગ, એક ફૂડ હોલ અને મેડિકલ સેન્ટર હશે.બંદરો, શિપિંગ અને જળમાર્ગોના મંત્રીના નેતૃત્વમાં એક વિશેષ સોસાયટી દ્વારા આ તબક્કાઓની કામગીરીનું સંચાલન કરવામાં આવશે.આ વિકાસ કાર્યોથી 15 હજાર પ્રત્યક્ષ અને 7 હજાર પરોક્ષ રોજગારીની તકો ઉભી થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ