લોથલમાં નિર્માણ પામી રહેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના પ્રથમ તબક્કાનું કામ 55 ટકા પૂર્ણ થયું છે અને જુલાઇ મહિનાના અંત સુધીમાં પ્રથમ તબક્કાની બાકી રહેલી કામગીરી માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવશે. બાકીના વિવિધ તબક્કા માટે હાલ ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે.
સંયુક્ત સચિવની અધ્યક્ષતામાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સની પ્રગતિની ઓનલાઈન સમિક્ષા બેઠક લોથલમાં પ્રોજેક્ટ સાઇટ ખાતે યોજાઇ હતી તેમાં આ માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં , માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, નેવી કોસ્ટ ગાર્ડ સહિત રાજ્ય સરકારના અધિકારીઓએ ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, સાગરમાલા કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા લોથલમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રાચીનથી આધુનિક સમય સુધીના ભારતના દરિયાઇ વારસાને પ્રદર્શિત કરવાનો અને આ સ્થળને આંતરરાષ્ટ્રીય પ્રવાસન કેન્દ્ર બનવાનો છે.
Site Admin | જુલાઇ 13, 2024 8:01 પી એમ(PM)