રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ કહ્યું કે લોકોને આબોહવા પરિવર્તન અને પર્યાવરણીય પ્રદૂષણની વાસ્તવિકતાને સમજી નિર્ણાયક પગલાં લેવા અપીલ કરી છે. સુશ્રી મુર્મુએ ગઈકાલે રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે ‘સ્વચ્છ અને સ્વસ્થ સમાજ માટે આધ્યાત્મિકતા’ વિષય વસ્તુ પર વૈશ્વિક શિખર બેઠકને સંબોધણ કર્યું હતું. આ કાર્યક્રમમાં બોલતા, રાષ્ટ્રપતિએ દરેકને એક પેડ મા કે નામ અભિયાનમાં જોડાવા માટે આહ્વાન કર્યું હતું. દરમ્યાન તેમણે રાજસ્થાનના બાંસવાડામાં માનગઢ ધામ ખાતે આદિ ગૌરવ સન્માન સમારોહને સંબોધન કરતાં આદિવાસી સમુદાયના લોકોને તેમના બાળકોને શિક્ષિત કરવા અને તેમને આગળ વધવાની તક આપવા આહ્વાન કર્યું હતું. તેમણે આ સન્માન સમારંભને આદિવાસી લોકોની બહુમુખી ક્ષમતાઓ અને અનેક ક્ષેત્રોમાં તેમના અમૂલ્ય યોગદાનનો સાક્ષી ગણાવ્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આદિજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન આદિવાસી સમાજનું ગૌરવ વધારવાનું એક સશક્ત માધ્યમ બનશે.
Site Admin | ઓક્ટોબર 5, 2024 10:05 એ એમ (AM) | રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ
લોકોને આબોહવા પરિવર્તન અને પર્યાવરણીય પ્રદૂષણની વાસ્તવિકતાને સમજી નિર્ણાયક પગલાં લેવા અપીલ કરી :રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ
