પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, દેશનાં લોકોની મહત્વાકાંક્ષાઓને કારણે ભારતનાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં અભૂતપુર્વ પરિવર્તન આવ્યું છે.
આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે છ દિવસનાં ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો-2025નું ઉદઘાટન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે ભારત તેની નવી રાષ્ટ્રીય લોજિસ્ટિક પોલિસીને કારણે વિશ્વનું સૌથી સ્પર્ધાત્મક લોજિસ્ટિક રાષ્ટ્ર બનવા તરફ જઈ રહ્યું છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારત ગ્રીન ટેકનોલોજી, ઇલેક્ટ્રિક વ્હિકલ, હાઇડ્રોજન ઇંધણ અને જૈવિક ઇંધણ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, મોબાલિટી સેક્ટરમાં પોતાનું ભાવિ ઘડવા માટે દરેક રોકાણકાર માટે ભારત અભૂતપુર્વ સ્થળ બન્યું છે. તેમણે જણાવ્યું કે, છેલ્લાં દાયકામાં ઇલેક્ટ્રિક વ્હિકલનું વેચાણ 640 ગણું વધ્યું છે.
Site Admin | જાન્યુઆરી 17, 2025 7:49 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી