લોકસભા અને રાજ્યસભાને અચોક્કસ મુદત સુધી મોકૂફ રાખવામાં આવી છે. આ સાથે 31 જાન્યુઆરીથી શરૂ થયેલા અંદાજપત્ર સત્રનું સમાપન થયું છે. અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા પરસ્પર ટેરિફ મુદ્દે વિરોધપક્ષના સભ્યોએ શોરબકોર કરતાં 12 વાગ્યા સુધી મોકૂફ રખાયેલું ગૃહ પુનઃ મળ્યું ત્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહને અચોક્કસ મુદત સુધી મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.
શ્રી બિરલાએ જણાવ્યું કે, સત્ર દરમિયાન 16 ખરડા પસાર કરવામાં આવ્યા. સત્ર દરમિયાન સરકારે અંદાજપત્રીય કવાયત પૂર્ણ કરી હતી.
બપોરે એક વાગે રાજ્યસભા પુન: મળી ત્યારબાદ સભાપતિ જગદીપ ધનખડે ગૃહને અચોક્કસ મુદત સુધી મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.
Site Admin | એપ્રિલ 4, 2025 3:15 પી એમ(PM)
લોકસભા અને રાજ્યસભા અચોક્કસ મુદત સુધી મોકૂફ, 31 જાન્યુઆરીથી શરૂ થયેલા અંદાજપત્ર સત્રનું સમાપન
