લોકસભામાં ગઈ કાલે સરકાર દ્વારા 35 સુધારાઓ સાથેનો નાણા ખરડો, 2025 પસાર કરવામાં આવ્યો હતો. ટેરિફનું સરળીકરણ અને સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા આ સુધારો કરવામાં આવ્યો છે. ખરડામાં નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારની નાણા દરખાસ્તોને અમલ કરવાની જોગવાઈ છે.દરમિયાન, સંસદે આપત્તિ વ્યવસ્થાપન (સુધારા) બિલ 2024 પસાર કર્યું છે. રાજ્યસભાએ ગઈકાલે તેને મંજૂરી આપી છે. લોકસભાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં તેને પસાર કર્યું હતું. તેનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં આપત્તિ તૈયારી, પ્રતિભાવ અને પુનઃપ્રાપ્તિને વધારવાનો છે. આ બિલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005 માં સુધારો કરે છે અને રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના કાર્યક્ષમ કાર્યને મજબૂત બનાવવાનો હેતુ ધરાવે છે. બિલ પરની ચર્ચાનો જવાબ આપતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આપત્તિઓનું કદ અને પ્રમાણ બદલાયું છે અને તે મુજબ પ્રતિભાવો બદલાવા જોઈએ.
Site Admin | માર્ચ 26, 2025 9:24 એ એમ (AM)
લોકસભામાં 35 સુધારાઓ સાથે નાણા બિલ 2025 પસારઃ સંસદમાં આપત્તિ વ્યવસ્થાપન સુધારા ખરડો 2024 પસાર.
