લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને વાયનાડની ભુસ્ખલન ઘટનાને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવા વિનંતી કરી છે. લોકસભામાં શૂન્ય કાળ દરમિયાન વાયનાડ ભુસ્ખલનનો મુદ્દો ઉઠાવતા શ્રી ગાંધીએ કેન્દ્ર સરકારને મૃતકો અને ઇજાગ્રસ્તોનાં વળતરમાં વધારો કરવા અને વાયનાડ માટેનાં સર્વગ્રાહી પુનર્વસન પેકેજની જાહેરાત કરવા પણ વિનંતી કરી હતી.
શ્રી ગાંધીએ અસરગ્રસ્તોને રાહત અને મદદ પૂરી પાડવા બદલ કેન્દ્ર અને રાજ્ય સરકારો ઉપરાંત એનડીઆરએફ, એસડીઆરએફ, લશ્કર, નૌકા દળ, તટરક્ષક દળની પ્રશંસા કરી હતી.
Site Admin | ઓગસ્ટ 7, 2024 8:21 પી એમ(PM)
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને વાયનાડની ભુસ્ખલન ઘટનાને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવા વિનંતી કરી છે
